અમરેલી જિલ્લાનો ધારી તાલુકો મોટાભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, અહીં કોઈ મોટા ઉદ્યોગ આવેલા નથી. તેમજ મોટાભાગના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ધારી તાલુકાના દેવળા ગામના ખેડૂતોની વ્યથા હ્રદય સ્પર્શી જાય એવી સામે આવી છે. ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ ખરીદીને ચોમાસાની શરૂઆત થતાં જ વાવણી કરે છે, પરંતુ વાવણી કર્યાના થોડા દિવસોમાં જ અચાનક ભૂંડ અને નીલગાયનો ત્રાસ વધી જાય છે.


મંડળી પાસેથી લોન લઈ ખેડૂતોએ બિયારણ ખરીદ્યા

ખેડૂત દ્વારા વાવેલી મગફળીમાં જમીનની નીચેથી દાણો શોધીને ગ્રહણ કરે છે, સાથે જમીનમાં પોતાના દાંતોથી ભયંકર નુકસાન કરે છે. ધારીના દેવળા ગામના રહીને પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂત ગોરધનભાઈ વસોયાની વ્યથા પણ કંઈક આવી છે. ભૂંડ દ્વારા તેમના ખેતરમાં 5 વીઘા કરતા પણ વધારે વાવણી કરેલી મગફળી નષ્ટ કરેલી છે. ગોરધનભાઈના જણાવ્યા અનુસાર ખેડૂત મંડળી પાસેથી લોન લઈ અને અમે બિયારણ ખરીદ્યા છે, ત્યારબાદ મજૂરો દ્વારા બીજને રોપીએ છીએ અને જો સમયસર વરસાદ થાય તો આ વાવેલો પાક ઊગી નીકળે છે, પરંતુ ભૂંડ અને નીલગાયનો ત્રાસ તો નફામાં ગમે ત્યારે ગમે એ ક્ષણે આ ભૂંડનું આખું ટોળું ખેતરમાં પ્રવેશે છે અને સામાન્ય ઊગી નીકળેલા મગફળીના પાકને સાવ ખોદીને બરબાદ કરી નાખે છે.

નુકસાનીનું વળતર વહીવટી તંત્ર દ્વારા ચૂકવવામાં આવે તેવી માગ

ત્યારે આ ગરીબ ખેડૂત ઉપર તો જાણે તેનું સર્વશ્રેષ્ઠ લૂંટાઈ ગયું હોય તેઓ અહેસાસ થાય છે. ત્યારે દેવળા ગામના ખેડૂતોની બસ એક જ માગણી છે, આ ભૂંડ અને નીલગાયના ત્રાસમાંથી મુક્તિ અપાવે અને થયેલી નુકસાનીનું વળતર વહીવટી તંત્ર દ્વારા ચૂકવવામાં આવે. આજે દેવળા ગામ ભૂંડ અને રોડના ત્રાસથી પીડાઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોની મુખ્ય માગણી અનુસાર ભૂંડ અને નીલગાયના ત્રાસમાંથી ખરેખર વહીવટી તંત્ર અથવા સરકાર જરૂરી હસ્તક્ષેપ કરીને આવા ત્રાસમાંથી ખેડૂતોને મુક્તિ અપાવે નહીં તો ટૂંક સમયમાં ખેતી માત્ર નામ શેષ રહી જશે.

  • Follow us on: