ગુજરાતમાં ખનીજ માફિયા બેફામ બન્યાં છે. ખનીજ ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. તેવામાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. અમરેલીમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓએ એક યુવકના ઘરેથી લોડર જપ્ત કરી લેતા મામલો ગરમાયો હતો. યુવકે ત્રણ અધિકારીઓ સામે પોલીસમાં અરજી કરી છે.
યુવકના ઘરેથી લોડર જપ્ત કરતા માહોલ ગરમાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની દાદાગીરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રમેશભાઈ મકવાણા નામના યુવકના ઘરેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ લોડર જપ્ત કરી લેતા માહોલ ગરમાયો હતો. રમેશભાઈએ ખાણ ખનીજના ત્રણ અધિકારીઓ સામે પોલીસમાં અરજી કરી છે. આ અરજીમાં તેમણે અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે અરજીમાં કહ્યું છે કે, અધિકારીઓએ તેમને ધાક ધમકી આપીને પોલીસનો ડર બતાવી ઘરેથી લોડર જપ્ત કરી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે.













