વર્તમાન સમયમાં મહિલાઓ પર થતા અત્યાચારોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આની સામે મહિલાઓ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવે છે, પણ પોલીસ જ જ્યારે મહિલા પર અત્યાચાર કરે ત્યારે? રક્ષક જ ભક્ષક બની હોય તેવી મહિલા પર અત્યાચારની ઘટના અમરેલીમાં બની છે. જે કારણે સમગ્ર પંથકમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ કર્મચારીએ કર્યો મહિલા પર અત્યાચાર
ઘટનાની મળતી વિગતો અનુસાર, અમરેલીમાં એક પોલીસ કર્મચારી સામે એક મહિલાએ અત્યાચારની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ તેની પત્નીએ નોંધાવી છે. આ પોલીસ કર્મચારીનું નામ નિતેશ રાઠોડ છે. આ પોલીસ કર્મચારી દ્વારા તેની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખીને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે તેની પત્નીએ પોલીસ કર્મી પર જાનથી મારી નાંખવાની ધમકી આપનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે.













