અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જિલ્લામાં 1 મહિનાથી વરસાદ ખેંચાયો હતો, જેને લઈને ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા. ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ આવતા મૂરજાતી મૌલાતને નવું જીવનદાન મળ્યું છે.
વરસાદ ખેંચાતા ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા
અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની માટે માઠી દશા બેઠી હતી, કપાસ અને મગફળીનો પાક મુર્જાવવા લાગ્યો હતો. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા. ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ આવતા મૂળ જાતિ મોહલાતને નવું જીવનદાન મળ્યું છે. વરસાદ ખેંચાતા ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા. કપાસ અને મગફળીના પાક સુકાવા લાગ્યો હતો. પરંતુ મેઘરાજાએ સમગ્ર અમરેલી જિલ્લામાં ધીમીધારે 1 વર્ષ આવતા કપાસ અને મગફળીનો પાક ફરી લહેરાવવા લાગ્યો છે.
પાકને નવું જીવનદાન મળ્યું
અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે, શરૂઆતમાં સમગ્ર અમરેલી જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ હતો. ત્યારબાદ છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાયો હતો. સમગ્ર અમરેલી જિલ્લાના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કપાસ અને મગફળીના પાક મુરજાવા લાગતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. વરસાદ ખેંચાતા ખેડૂતો કુવામાંથી પાકને પાણી પાઈ રહ્યા હતા. પરંતુ વરસાદ ખેંચાતા કૂવામાં પણ પાણી ઓછું થવા લાગ્યું હતું. ત્યારે વરસાદ આવતા મુર્જાતી મોલાતને વરસાદી રૂપી નવું જીવનદાન મળી ગયું છે. છેલ્લા બે દિવસથી સમગ્ર અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ આવતા ખેડૂતો ખુશ છે. જિલ્લામાં એક મહિનાથી વરસાદ ખેંચાયો હતો. વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા હતી કે કપાસ, મગફળી અને અન્ય ખેત જણસો મુર્જાઈ જશે અને પાક નિષ્ફળ જશે. પરંતુ મેઘરાજાએ જિલ્લા બે દિવસથી અવિરત હેત વરસાવતા ખેડૂતો ખુશ છે.