અમરેલીમાં કમોસમી વરસાદથી લોકોને હાલાકી. રાજ્યમાં ઠંડીની ઋતુ વચ્ચે ફરી વરસાદી માહોલ જામ્યો. અમરેલીમાં ભારે વરસાદથી ચોમાસા જેવો માહોલ. રાત ભર વરસાદને કારણે નદીમાં ઘોડા પૂર આવ્યા અને નાળાઓ છલકાયા. વરસાદી પાણી ભરાતા ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો થયો. સાવરકુંડલા તાલુકાની સુરજ વળી નદી બે કાંઠે થઈ અને હાથસણીનો સેલ દેદુમલ ડેમમાં પાણીની આવક વધતા એક દરવાજો ખોલાવ્યો. કમોસમી વરસાદથી ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાનની ભીતિ. 


 સુરજ વળી નદી બેકાંઠે વહેતી થઈ

અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકયો. ભારે વરસાદથી સાવરકુંડલા તાલુકાની સુરજ વળી નદી બેકાંઠે વહેતી થઈ. ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીની આવક વધી. શેલ દેદુમલ ડેમનો દરવાજો ખોલી પાણી છોડાયું. રાજુલા તાલુકાનો ધાતરવડી ડેમ પણ ઓવરફ્લો થયો.  ખાંભામાં વરસાદથી રાયડી ડેમ છલકાયો. ડેમના 5 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા. મોટા બારમણ, નાના બારમણ ગામને એલર્ટ કરાયા. ચોતરા, મીઠાપુર ગામને એલર્ટ કરતા નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી. નદીઓમાં નવા નીર અને ડેમના જળસ્તરમાં વધારો ગ્રામજનો માટે મોટી સમસ્યા બની. અત્યારે ખેડૂતો માટે પાક લેવાની સિઝન છે ત્યારે કમોસમી વરસાદથી મોઢામાં આવેલ કોળિયો છિનવાયો તેવી સ્થિતિ સર્જાઈ છે.

કમોસમી વરસાદે વધારી લોકોની ચિંતા

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. આ વરસાદની વચ્ચે એક મહિલાને ડીલેવરી માટે ભારે મુશ્કેલીનો સામનો કરી હોસ્પિટલ લઈ જવામાં આવી. કમોસમી વરસાદના કારણે રાજુલાના ચાંચબંદર પટવા વચ્ચે સમઢીયાળા બંધારાનું પાણી આવતા પાણીના પૂર વચ્ચે સ્થાનિક JCBની મદદથી 108માં મહિલાને સુરક્ષિત રીતે રાજુલા હોસ્પિટલ પહોંચાડવામાં આવી. રાજુલાના ચોત્રા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. કોઝવે પર પાણી આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળામાં કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ બનાવ્યો. અમરેલીના ખેડૂતો અને સ્થાનિકો માટે વરસાદે ચિંતા વધારી છે.

  • Follow us on: