અમરેલી જીલ્લાના સાવરકુંડલાના જીરા ગામના ખેડૂતોની 30 વર્ષની વેદનાનો આવ્યો અંત આવ્યો છે. જીરા ગામના અગ્રણી અને હાલ સુરત નિવાસી બાબુભાઈ ધનજીભાઈ સોડવડીયાએ એક માનવતા ભર્યો નિર્ણય લઈ જીરા ગામના ખેડૂતોને સરકારી લેણાંના બોજમાંથી મુકત કરાવ્યા છે. બાબુભાઈએ ભાવનગર ડી. કો. ઓપરેટિવ બેંકનું કુલ અંદાજિત 1 કરોડનું લેણું ભરી દેતા ગામના 490 ખેડૂતોને 30 વર્ષ જૂના કરજમાંથી મુક્તિ મળી છે.


ખેડૂતોને કોઈ સરકારી યોજના કે સહાયનો લાભ મળતો ન હતો

 અમરેલીના સાવરકુંડલા તાલુકાના જીરા ગામે એક અગ્રણીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાવરકુંડલાના જીરા ગામના ખેડૂતોના વર્ષો સુધી બેંક લેણાં બાકી હોવાથી આ ખેડૂતોને કોઈ સરકારી યોજના કે સહાયનો લાભ મળતો ન હતો. જેથી ખેડૂતોના બેન્કમાં બાકી લેણાં હોવાને કારણે વર્ષોથી કોઈ સરકારી લાભ પણ મળતો ન હતો.

 જીરા ગામના ખેડૂતોની 30 વર્ષની વેદનાનો અંત આવ્યો

હવે જીરા ગામના ખેડૂતોની 30 વર્ષની વેદનાનો અંત આવ્યો છે. જીરા ગામના અગ્રણી અને હાલ સુરત નિવાસી બાબુભાઈ ધનજીભાઈ સોડવડીયાએ એક માનવતા ભર્યું કાર્ય કર્યું છે. તેમણે જીરા ગામના ખેડૂતોને દેવામાંથી આઝાદ કર્યા

 1 કરોડ લેણું ભરી દેતા ગામના 490 ખેડૂતોને 30 વર્ષ જૂના કરજમાંથી મુક્તિ મળી

તેમણે ખેડૂતોને સરકારી લેણાંના બોજમાંથી મુકત કરાવ્યા છે. બાબુભાઈએ ભાવનગર ડી. કો. ઓપરેટિવ બેંકનું કુલ અંદાજિત 1 કરોડ લેણું ભરી દેતા ગામના 490 ખેડૂતોને 30 વર્ષ જૂના કરજમાંથી મુક્તિ મળી છે. અગ્રણી બાબુભાઈ ખેડૂતોની વ્હારે આવતા બધા પરિવારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ખેડૂતોના ચહેરા પર રાહતનો સ્મિત અને ગામમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

દાતા બાબુભાઈ સોડવડિયાનું ગામમાં ભવ્ય સ્વાગત અને બહુમાન કરાયુ

જીરા ગામના લોકો અને ખેડૂતોના પરિવારો દ્વારા દાતા બાબુભાઈ સોડવડિયાનું ગામમાં ભવ્ય સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું હતું. બાબુભાઈ દ્વારા આ એક વતન પ્રેમનો અનોખો દાખલો જોવા મળ્યો હતો. જ્યાં એક વ્યક્તિના ઉમદા કાર્યોને કારણે આખા ગામને નવી આશા અને નવી શરૂઆત મળી છે. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયા હાજર રહ્યા હતાં.

છેલ્લા 25 વર્ષથી અમે પીડાઈ રહ્યા હતા

જીરા ગામને કરજ મુક્ત કરનાર અને કરજમુક્ત થનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ છે 290 જેટલા ખેડૂતોને ગરજ મુક્તિના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. કરજ મુક્ત થયા પછી ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમારે 7/12 માં બોજો હોવાથી નવી મંડળી કે લોન મળતી નહોતી તેમ જ ભાઈઓ ભાગ કે ખાતા ટ્રાન્સફર કરાવવા જમીન લેવી વેચવી. આ કોઈપણ પ્રક્રિયા ન થતી હોવાથી છેલ્લા 25 વર્ષથી અમે પીડાઈ રહ્યા હતા અને અમારા ગામના વતની અને સુરત રહેતા બાબુલાલ જીરાવાળાએ અમારું આ કામ કરી આપ્યું જેનું અમને ખૂબ આનંદ છે

 માતાની ઈચ્છા પૂરી કરવા બાબુલાલ સોડવડીયા એ 8989209 રૂપિયા ચૂકવી દીધા

દાતા બાબુલાલે કહ્યું કે પોતાની માતાની ઈચ્છા હતી કે મારી જે કાંઈ મૂડી છે ઘરેણા છે એ અને તમે બંને ભાઈઓ મળી અને એવું કામ કરો કે જે ગામને કાયમ માટે યાદ રહી જાય. તકતી લગાડવાની જરૂર નથી ખેડૂતોના દિલમાં તકતી લાગે એ જ અમારા માટે સૌથી મોટી વાત છે આ વાત ને ધ્યાનમાં રાખી માતાની ઈચ્છા પૂરી કરવા મે  8989209 રૂપિયા ચૂકવી દીધા અને માતાની ઈચ્છા પૂરી કરી


  • Follow us on: