અમરેલી છેલ્લા ઘણા વર્ષોથી ઈકોઝોનમાં છે. તેમ છતાં ભૂ-માફીયાઓ તંત્રનો ખોફ રાખ્યા વિના બેફામ રીતે અમરેલીની નદીઓમાંથી રેતીચોરી કરતા હોય છે, ત્યારે ગાવડકા ગામના ખેડૂતો ભૂ-માફિયાઓના કારણે હેરાન થઈ રહ્યા છે. રાત્રિના સમયે બેફામ રીતે ચાલતા ડમ્પરોએ ખેતરોએ જવાનો ગાડા માર્ગ હવે ખાડા માર્ગ બનતા ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.


ભૂ-માફિયાઓ રેતી ચોર છેલ્લા 4 વર્ષથી અહીં ડમ્પરો ચલાવે છે

ખેડૂતોનું કહેવું છે કે અમારે ખેતરે જવું હોય છે ગાડું, ટ્રેક્ટર લઈને ખેતરે જઈ શકતા નથી. બાઈક લઈને જઈએ તો બાઈક પણ ખૂંપી જાય છે. અહીં ખેડૂતોને બાઈક લઈને ચાલવું હોય પણ પડી જવાનો પણ ડર રહે છે. ગાવડકા ગામના ખેડૂતે જણાવ્યું હતું કે ગાવડકાથી થોરડીના માર્ગ પર અમારી જમીન આવેલી છે, ત્યાં જે ભૂ-માફિયાઓ રેતી ચોર છેલ્લા 4 વર્ષથી અહીં ડમ્પરો ચલાવે છે અને આખો રસ્તો ખાણ જેવો કરી નાખ્યો છે તો અમે એની માટે સરકારને માગણી કરીએ છીએ કે અમારો આ રસ્તો ભૂ-માફિયાઓ, આવારા તત્વો માથાભારે છે તે કોઈથી સારતા નથી અમારે વાડીએ જવાની કોઈ પોઝિશન નથી અને રસ્તો ચાલવા લાયક રહ્યો નથી તો અમે એની માટે સરકારને માગણી કરીએ છીએ.

આ ભૂ-માફિયાઓ પર કોઈ પ્રતિબંધ લગાવે અને અહીંયા ઓછામાં ઓછા 15થી 20 જેટલા રેતીના સ્ટોક આવેલા છે. અહીં એક રેતીના એક ઢગલામાં 15થી 20 ડમ્પર રેતીના નાખવામાં આવ્યા છે તો શું આ સરકારને દેખાતું નથી, પ્રાંત ઓફિસરને દેખાતું નથી, ખનીજ ખાતાને દેખાતું નથી, કલેકટર સાહેબને દેખાતું નથી, અમથા ગામની અંદર એવી વાતો કરે છે કે રેતી ક્યાંય ચોરાતી નથી આ ઝોન એરિયા છે કોઈ પણ ખેડૂત પોતાના મકાન , ફરજા માટે રેતી લેવા ગયો હોય તો ટ્રેક્ટર પકડી લે છે તો આ ભૂ-માફિયા નથી દેખાતા, આ પ્રતિબંધીત રેતી દેખાતી નથી! છતાંય સરકાર આની ઉપર ધ્યાન નહીં આપે તો અમારે સરકારની પાસે જવું પડશે.

સરકારને રજૂઆતો કર્યા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી

ગાવાડકા ગામના ખેડૂતોએ પોલીસ તંત્ર અને ખાણ ખનીજ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભૂમાફિયા રાતે રેતી ચોરી કરે છે. હપ્તા ખાણ ખનીજ અને પોલીસ સ્ટેશન વાળા બધા ખાય છે અને ખેડૂતની વેદના ખાડામાં છે. 40 ખેડૂત સવારથી ભૂખ્યા તરસ્યા રસ્તાના કાંઠે બેઠા હતા તેની કોઈને તો ઉપાદી નથી. રાત્રે હપ્તો રેતી ચોરીનો હપ્તો ખાણ ખનીજ અને પોલીસવાળાને પહોંચી જાય છે તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે એ લોકોને એની ઉપાદી છે ખેડૂતની ઉપાદી નથી. આની પહેલા પણ ખેડૂતની સરકારને ઉપાદી ન હતી, રસ્તા બગડી જાય તો પણ ખેડૂતને ઉપાદી નથી, સરકારને ખાણ ખનીજ વિભાગને એને જોવાનું છે ખેડૂતને આમાં ટીપાવવાનું છે તકલીફમાં એવું છે કે બળદ ગાડું અમે તો ઘરે જ બાંધી દીધું છે આમાં બળદ, ટુ વ્હીલર, ટ્રેક્ટર ચાલે તેવી પરિસ્થિતિ નથી તો અમારે ખેતરે લઈને શું જવું? સરકાર હવે અમને એટલી સહાય કરે કે હેલિકોપ્ટર લઈને વાડીએ જવાનું થાય તો અમે જઈ શકી અમારે રાતે ખેતરે દેખરેખ માટે જવું હોય તો ડમ્પર વાળા સામા મળે તો આમાં અમારે તરવું ક્યાં એ લોકો પોતાના વાહનો સામા આવા દે છે, અમે તે ભૂ-માફિયાઓને ન પહોંચી શકીએ અમે સરકારને નથી પહોંચી શકતા!

એક પણ અધિકારી સ્થળ ઉપર દેખાયા નથી

હાલ ગાવડકા ગામના લોકોને જીવના જોખમે પોતાના ખેતરે જવું પડે છે. ગાવડકા ગામનો વાડી માર્ગ ભૂ-માફીયાઓને કારણે અતિ બિસ્માર બન્યો છે, ખેડૂતોએ સવારથી અનેક અધિકારીઓને ફોન કર્યા, પરંતુ એક પણ અધિકારી સ્થળ ઉપર દેખાયો ન હતો. ત્યારે ખેડૂતોએ ખાણ ખનીજ અને પોલીસ તંત્ર પર હપ્તા લેવાના આક્ષેપ કર્યા હતા. અમરેલી જિલ્લોએ ઈકોઝોનમાં હોવાથી રેતી ચોરી પર પ્રતિબંધિત છે, તેમ છતાં ભૂ-માફિયાઓ રાત્રિના સમયે કામગીરી કરી રહ્યા છે. ખેડૂતોની સ્પષ્ટ માગ છે કે ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય.

  • Follow us on: