અમરેલીના વડિયા પંથકમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમયથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. વડિયા તાલુકાના બરવાળા, બાવળ, બાટવા, દેવળી અને દેવળકી સહિત આસપાસના અનેક ગામોમાં સારો વરસાદ પડ્યો છે. જેના કારણે ધરતી અને લોકો બંનેએ શાંતિનો શ્વાસ લીધો છે.
વડિયામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નદી-નાળામાં નવા નીર આવ્યા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી વાતાવરણમાં એક અનેરો ઠંડકનો અનુભવ થયો હતો. આ વરસાદે વાતાવરણને ઠંડુંગાર બનાવી દીધું છે. જેના કારણે લોકો ખુશ થઈ ગયા છે. ખેડૂતો માટે પણ આ વરસાદ અત્યંત ફાયદાકારક સાબિત થયો છે. ખરીફ પાકોને આ વરસાદથી જીવતદાન મળ્યું છે.













