અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા સમયના વિરામ બાદ થયેલા આ મુશળધાર વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે. જોકે નવરાત્રિના આયોજનો માટે તૈયાર થયેલા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા આયોજકોની ચિંતા વધી છે. રાજુલા શહેરમાં અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેતરોમાં ફરી એકવાર જીવંતતા આવી છે.


જાફરાબાદ તાલુકાના ગામડામાં ભારે વરસાદ

આ જ રીતે જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં પણ ભારે વરસાદ પડ્યો છે. નાગેશ્રી, કાગવદર, બારપટોળી સહિત આસપાસના અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ વરસાદથી એક તરફ ખેડૂતોમાં આનંદની લાગણી છે. કારણ કે તેમના પાકને જરૂરી પાણી મળી રહ્યું છે. પરંતુ બીજી તરફ નવરાત્રિનો તહેવાર નજીક આવતા જ આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરો અને ગામડાઓમાં જ્યાં નવરાત્રિ માટે ગરબાના ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા હતા.

નવરાત્રિના આયોજન ગ્રાઉન્ડમાં પાણી ભરાયા

ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ પાણી સુકાયા બાદ જ ગરબાનું આયોજન શક્ય બનશે. જેને કારણે આયોજનમાં વિલંબ થઈ શકે છે. ચોમાસાની વિદાય ટાણે થયેલો આ વરસાદ ખેતી માટે ફાયદાકારક છે. પરંતુ નવરાત્રિના રંગમાં ભંગ પડાવી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે નવરાત્રિના પ્રારંભિક દિવસો પણ વરસાદી વાતાવરણમાં પસાર થઈ શકે છે.


  • Follow us on: