ગુજરાતમાં 17 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વાર કરવામાં આવી છે. આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં ભારે વરસાદના પગલે પાણીના પ્રવાહમાં પશુઓ તણાયા છે. હડમતીયા પાસે જોલાપુરી નદીમાં 15 જેટલા ઘેટાં પાણીના પ્રવાહમાં તણાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સ્થાનિકો દ્વારા 10 ઘેટાંઓનું રેસ્ક્યુ કરાયુ છે.


ભારે વરસાદના પગલે નદીઓ બંને કાંઠે વહેતી થઇ

રાજ્યમાં વરસાદનું જોર શરુ થયું છે. નદીઓમાં નવા નીર આવ્યા છે. જેના કારણે નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે. મેઘરાજાના આગમનથી ખેડૂતો નવા પાકના વાવતેર માટે તૈયારીઓ હાથ ધરી છે. ભારે પવન અને વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મેઘરાજાની હેલીએ અમરેલીમાં ખેડૂતોને ખુશ કર્યા છે. અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

નવા નીર આવતાની સાથે નદીઓ બંને કાંઠે વહી રહી છે. રસ્તાઓ પર નદીઓ જેવું વહેણ જોવા મળી રહ્યુ છે.પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં લોકો પરેશાન થયા છે. વાહન ચાલકોને મુશ્કેલીઓ થઇ રહી છે.અમરેલીના વિવિધ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. ભારે પવન સાથે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. હાલ સત્તાવાર ચોમાસું શરુ થતાં વરસાદે પોતાનું જોર બતાવ્યુ છે.

  • Follow us on: