અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં આવેલા પીપાવાવ પોર્ટની પ્રાઈવેટ લાઈનમાંથી રામપરા, ભેરાઈ, દેવપરા સહિતના ગામડાના લોકોને પીવાનું પાણી મળતુ હતુ. હવે આજે પીપાવાવ પોર્ટ દ્વારા પાઈપ લાઈન પર મીટર નાખવાની કામગીરી આજે પોલીસ બંદોબસ્ત સાથે કરવાની હતી. ત્યારે સ્થાનિક લોકોને માહિતી મળતા મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.


પીપાવાવ પોર્ટ સામે સુત્રોચાર સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો

સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીને પણ જાણકારી મળતા MLA પણ દોડી ગયા અને સાથે માર્કેટીંગ યાર્ડ ચેરમેન જીજ્ઞેશ પટેલ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પીપાવાવ પોર્ટ સામે સુત્રોચાર સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને ધારાસભ્ય હીરા સોલંકીએ તંત્રના અધિકારીઓને કામ નહીં કરવા સૂચના આપી અને પહેલા સ્થાનિકોની માગ સંપ બનાવવાની ત્યારબાદ મીટર લગાવવા માટેની કામગીરી કરવાની છે.

પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા

આ મામલે સ્થાનિક મહિલાઓમાં પણ વધુ રોષ જોવા મળ્યો હતો. પીપાવાવ મરીન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો, વર્ષોથી પીપાવાવ પોર્ટ દ્વારા પાણી આપતા હતા. અત્યારે મીટર નાખી પાણી બંધ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અહીં ભેરાઈ, રામપરા, કોવાયા સ્થાનિક સરપંચો સહિતના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. પીપાવાવ પોર્ટ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી અને ગામ લોકોએ અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી, આજે વિવાદો થતા પીપાવાવ પોર્ટ સહિતના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા અને પીપાવાવ પોર્ટના પીઆરઓ સહિતની ટીમ દોડી આવી અને કોઈ વિવાદ ન હોવાનો દાવો કર્યો અને આગામી દિવસોમાં ધારાસભ્ય સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરીને આ પ્રશ્નનો સુખદ નિર્ણય લાવવાનો પ્રયાસ કરવા માટેની ખાત્રી આપ્યા બાદ મામલો હાલ પૂરતો શાંત પડ્યો છે.


  • Follow us on: