સાવરકુંડલાના કથાકાર રાજુગીરી ગોસ્વામીએ કચ્છમાં ચાલી રહેલી કથામાં ફરી ભાંગરો વાટયો છે. કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી જાહેરમાં નિવેદન કર્યું છે. બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઉંધા ચશ્મા પહેરાવે છે તેવું નિવેદન રાજુગીરી ગોસ્વામીએ આપ્યું છે. વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની ઉગ્ર માંગ ઉઠી છે.


રાજુગીરી ગોસ્વામીએ કચ્છમાં ચાલી રહેલી કથામાં ફરી ભાંગરો વાટયો 

ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ સાથે સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે. સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ અને કર્મકાંડી બ્રહ્મ સમાજ દ્વારા કથાકાર રાજુગીરી કાશીગીરી ગોસ્વામી મોટા ઝીંઝુડા વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ 

બ્રહ્મ સમાજનું અપમાન કરવા, ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવા અને ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુથી ઉચ્ચારણ કરવા બદલ તેમની વિરુદ્ધ તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી કાનુની રાહે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.


  • Follow us on: