અમરેલીમાં વરસાદે તબાહી મચાવી છે. અમરેલીમાં રાજુલા અને જાફરાબાદમાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું. ધોધમાર વરસાદના પગલે જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો છે. જિલ્લામાં ફરી પાછા વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. MLA અને કલેકટરે જાફરાબાદની મુલાકાત લીધી. ભારે વરસાદથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ખરાબ વાતાવરણના કારણે તંત્ર દ્વારા તમામ બોટોને પરત ફરવા સૂચના આપવામાં આવી.
ભારે વરસાદે મચાવી તબાહી













