વિશ્વભરમાં માત્ર અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ભેરાઈ ગામ રેલવે ટ્રેક નજીક સિંહનું સ્મારક મંદિર આવેલ છે, અહીં સિંહપ્રેમીઓ વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પૂજા અર્ચના સાથે મહાઆરતી ઉતારવામાં આવી.


અમરેલી જિલ્લામાં રાજુલા રેન્જમાં આવેલ ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેક પાસે આવેલ સિંહ સ્મારક મંદિર આવેલ છે

વિશ્વ સિંહ દિવસ નિમીતે ગુજરાત સૌરાષ્ટ્ર ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ અમરેલી જિલ્લામાં રાજુલા રેન્જમાં આવેલ ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેક પાસે આવેલ સિંહ સ્મારક મંદિર આવેલ છે અહીં સિંહપ્રેમીઓ ગ્રામજનોના સહયારા પ્રયાસથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી અહીં સિંહના મંદિરમાં પૂજા અર્ચના સિંહ ચાલીસા મહા આરતી ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું અહીં રાજુલા અને જાફરાબાદ બંને રેન્જ વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અહીં સ્થાનિક લોકો માનતા પણ રાખી શ્રદ્ધા સાથે અહીં મંદિર આવતા હોય છે ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષ 2014માં ટ્રેનની અડફેટે 2 સિંહણના કમકમાટી ભર્યા મોત થયા હતા

આ મોત બાદ ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા અને સ્થાનિક ખેડૂત લોકો આગળ આવ્યા અને ખેડૂત ભેરાઈ ગામના હરસુરભાઈએ કિંમતી જમીન મંદિર માટે દાનમા આપવામાં આવી જેમાં સિંહપ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ સ્થાનિક લોકોના પ્રયાસથી અહીં સિંહ સ્મારક મંદિર ઉભું કરવામાં આવ્યું હતું સિંહ ચાલીસા આરતી પૂજા અર્ચના કરવામા આવી હતી.

અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ વસ્તીગણત્રીમાં નોંધાયા હતા

આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી કેમ કે અહીં મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ છે, અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ વસ્તીગણત્રીમાં નોંધાયા હતા જેમાં આજે ભેરાઈ ગામ નજીક આવેલ સિંહ સ્મારક મંદિરમાં સિંહપ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતક સિંહોની પ્રતિમા આગળ પૂજા અર્ચના કરવામા આવી હતી ઉપરાંત અહીંના માનવ વસાહત વચ્ચે સિંહો વસવાટ કરી રહ્યા છે સિંહો સાથે લોકો આત્મયતાથી જોડાયેલ છે સિંહોના સંવર્ધન માટે સ્થાનિક લોકો વનવિભાગ સાથે જોડાયેલા છે જેથી વિશ્વભરમાં માત્ર સિંહનું મંદિર અહીં આવેલ છે.

 

  • Follow us on: