આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના મોરડ ગામમાં આવેલ ખોડિયારપુરા વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. અહીં એક 15 વર્ષીય સગીર કુવામાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોરડના ખોડિયારપુરામાં સાંજના સમયે દશરથભાઈ વિનુભાઈ પરમાર નામનો સગીર અકસ્માતે કુવામાં પડી ગયો હતો.
ખોડીયારપુરામા સગીર કુવામાં પડી જતાં મોત
આ ઘટનાની જાણ થતાં જ કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ કુવામાંથી સગીરના મૃતદેહને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ફાયર બ્રિગેડની ટીમે આખરે દશરથભાઈ પરમારના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો.













