આણંદના ખંભાતમાં શ્રમિકના મોત થયાની ઘટના સામે આવી છે. સોખડા GIDCની એક કંપનીમાં આ દુર્ઘટના બનવા પામી. કંપનીમાં કામ કરતા શ્રમિકોના મોત થયાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બંને શ્રમિકો કેમિકલયુક્ત ટાંકો સાફ કરવા ઉર્તયા હતા અને મળ્યું મોત. શ્રમિકોનું ગૂંગળામણના કારણે મોત થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.


2 શ્રમિકના મોત, 2ની હાલત ગંભીર

મળતી માહિતી મુજબ ખંભાતના સોખડા ખાતે ખાનગી કંપનીમાં ગમખ્વાર દુર્ઘટના બનવા પામી. સોખડા જીઆઇડીસમાં આવેલ એકતા ફ્રેશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 2 શ્રમિકોનો મોત નિપજયા. 4 શ્રમિકો કેમિકલ યુક્ત ટાંકો સાફ કરવા અંદર ઉતર્યા હતા. પરંતુ કામગીરી કરતા શ્રમિકોને ગૂંગળામણ થવા લાગી. તમામ 4 મજૂરોની તબિયત બગડતા તેમને ખંભાતની કાડિયા કેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જયાં હોસ્પિટલના તબીબોએ 2 શ્રમિકને મૃત જાહેર કર્યા. અને અન્ય બે શ્રમિકની હાલત વધુ ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં શીફટ કરવામાં આવ્યા છે.

શ્રમિકના મોત મામલે થઈ શકે તપાસ

ખંભાતની કાડિયા કેર હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે ઝેરી ગેસની અસરના કારણે 2 શ્રમિકના મોત નિપજયા છે. એકતા ફ્રેશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શ્રમિકોના મોત મામલાની વધુ તપાસ કરવામાં આવશે. અગાઉ પણ આણંદમાં એક પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટવાની દુર્ઘટનામાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક શ્રમિકને સ્થાનિકોની જાગૃકતાના કારણે બચાવી લેવાયો હતો. કંપનીઓ અને તંત્રની બેદરકારીનો ભોગ શ્રમિકો બનતા હોય છે. શ્રમિકો તમામ પ્રકારની કામગીરીમાં ખડેપગે રહેવા છતાં તેમના કામની સુરક્ષાને લઈને કોઈ તકેદારી રાખવામાં આવતી નથી.

  • Follow us on: