આણંદના ગ્રીડ ચોકડી પાસે આંધ્રપ્રદેશ પોલીસકર્મીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશ પોલીસકર્મીઓ એક આરોપીને પકડવા માટે અહીં આવ્યા હતા. જેણે બે કિલો સોનાની ચોરી કરી હોવાનો આરોપ છે. પરંતુ સ્થાનિકોએ તેમને અપહરણકર્તા સમજી લીધા અને તેમના પર હુમલો કર્યો હતો. આંધ્રપ્રદેશ પોલીસના પાંચ પોલીસકર્મીઓ એક ચોરીના આરોપીને પકડવા માટે આણંદ આવ્યા હતા. આ પોલીસકર્મીઓએ આરોપીને પકડવા જતાં ત્યાં હાજર સ્થાનિકોને એવું લાગ્યું કે તેઓ કોઈ બાળકીનું અપહરણ કરવા આવ્યા છે.
આંધ્રપ્રદેશ પોલીસ પર આણંદમાં થયો હુમલો
આ ગેરસમજના કારણે લોકોએ ભેગા થઈને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને તેમને માર માર્યો. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે અન્ય ચાર પોલીસકર્મીઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ થતાં જ આણંદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે આણંદની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.













