આંકલાવમાં બાળકીને નદીમાં ફેંકતા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સેના સમાજ દ્વારા અંધશ્રધ્ધાનો અનોખો વિરોધ કર્યો છે. પોલીસ મથક બહાર દાણા જોઈને વિરોધ નોંધાવ્યો છે. આરોપીને ફાંસી આપવાની માગ સાથે વિરોધ કર્યો છે.તાત્કાલિક બાળકીની શોધખોળ કરવા માટે માગ કરવામાં આવી છે.


આંકલાવમાં બાળકીને નદીમાં ફેંકતા વિરોધ 

નવાખલની બાળકીને તાંત્રિક વિધિ બાદ નદીમાં ફેંકી દેવામાં આવી છે. આંકલાવમાં પુત્ર જન્મની મહેચ્છામાં તાંત્રિક વિધિની શંકા કરવામાં આવી છે. 40 કલાક વિત્યા છતા બાળકીની કોઈ ભાળ મળી નથી. પરિવારજનો છેલ્લા 40 કલાકથી પોલીસ મથકે બેઠા છે. 3 મહિના અગાઉ પણ બાળકીને લઈ જતા પકડાયો હતો. તે વખતે ગ્રામજનોએ યુવકને પકડી મેથીપાક આપ્યો હતો.

બાળકીને ઉંધી લટકાવી નદીમાં ફેંકી હોવાની યુવકે કબૂલ્યું

બાળકીને ઉંધી લટકાવી નદીમાં ફેંકી હોવાની યુવકે કબૂલ્યું છે. હાથ, પગ અને મોઢૂં બાધીને નદીમાં ફેંકી હોવાની કબૂલાત કરી છે.ગઈકાલે નદીમાં શોધખોળ કરવા છતા બાળકી મળી આવી નથી. પુત્રજન્મની મહેચ્છામાં તાંત્રિક વિધિ કરી હોવાની શંકા છે. નવાખલ ગામનો અજય પઢિયાર બાળકીને લઈ ગયો હતો. બાળકીના કાકાના મિત્ર અજય પઢિયાર બાળકીને મકાઈ ખવડાવવાના બહાને લઈ ગયો હતો. પોલીસે આંકલાવના 4 ભૂવાને પૂછપરછ માટે ઉઠાવ્યા છે. SDRF, સ્થાનિક તરવૈયાઓને શોધખોળ હાથ ધરી છે.


  • Follow us on: