આણંદના આંકલાવમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી તેને નદીમાં ફેંકી દેવામાં આવી છે, નવાખલ ગામની બાળકીને તાંત્રિક વિધિ કરી નદીમાં ફેંકી હોવાની વાત સામે આવી છે, ત્યારે યુવકે બાળકીનું અપહરણ કરી તેના પર તાંત્રિક વિધિ કરી અને આંકલાવ પોલીસે યુવકની અટકાયત કરી છે, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, યુવક બાળકીને ફોસલાવીને લઇ ગયો હતો અને તેની પર તાંત્રિક વિધી કરવામાં આવી છે.
પોલીસે ફાયરની મદદથી નદીમાં બાળકીની શોધખોળ આદરી
સિંધરોટ પાસે SRPFની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, બાળકીને ઉંધી લટકાવી નદીમાં ફેંકી હોવાની યુવકે કબૂલ્યું છે, હાથ, પગ અને મોઢૂં બાધીને નદીમાં ફેંકી હોવાની યુવકે કબુલાત પણ કરી છે, પુત્ર જન્મની મહેચ્છામાં તાંત્રિક વિધિ કરી હોવાની શંકા પોલીસને લાગી રહી છે, નવાખલ ગામનો અજય પઢિયાર બાળકીને લઈ ગયો હતો અને બાળકીને મકાઈ ખવડાવવાના બહાને લઈ ગયો હતો બીજી તરફ પોલીસે આંકલાવના 4 ભૂવાને પૂછપરછ માટે ઉઠાવ્યા છે.
3 મહિના અગાઉ પણ બાળકીને લઈ જતા પકડાયો હતો આ યુવક
આ યુવકે 3 મહિના અગાઉ પણ બાળકીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે વખતે ગ્રામજનોએ યુવકને પકડી મેથીપાક આપ્યો હતો અને ત્યારબાદ ફરી યુવક બાળકીને ઉઠાવી ગયો અને વિધી કરીને નદીમાં બાળકીને ફેંકી દીધી છે, પોલીસે બાળકીને શોધવા તાંત્રિક યુવકને પણ સાથે રાખ્યો હતો. આ સમગ્ર બનાવથી ચકચાર મચી જવા પામી છે. એક બાળકીનું અપહરણ કરીને તેની પર તાંત્રિક વિધિ થઈ હોવાનું જણાતા લોકોમાં ભય ફેલાયો છે. પોલીસે આરોપી યુવકને પકડીને તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નદીમાં બાળકીને શોધવા પણ પોલીસે વધુ પ્રયાસો હાથ ધર્યા છે.