આણંદના તારાપુરમાં ટેન્કર ચાલકે 8 વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. ટેન્કરની બ્રેક ફેલ થતા 4 કાર અને 4 રીક્ષાને અડફેટે લીધા છે. હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોમાં ટેન્કર અથડાયુ હતું. ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી,જોકે વાહનોમાં નુકસાની પહોંચી છે. વાહન માલિકોએ ટેન્કર ચાલક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે.


તારાપુરમાં ટેન્કર ચાલકે 8 વાહનોને અડફેટે લીધા

તારાપુરમાં ટેન્કરની બ્રેક કેટલાક વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. રોડની સાઈડમાં પાર્ક કરેલા વાહનો પર અચાનક ટેન્કર ધસી આવ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. તારાપુરમાં ટેન્કર વાહનોને અડફેટે લેવાની ઘટના સીસીટીમાં કેદ થઈ છે. પોલીસને આ ઘટના મામલે વાહન ચાલકો દ્વારા જાણ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

ટેન્કર ચાલક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

તારાપુરમાં હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોમાં ટેન્કર અથડાયું હતું. આ અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં મોટી જાનહાની થતા ટળી હતી. ટેન્કર અથડાતા રીક્ષા પલટી મારી ગઈ હતી. જેમાં બેઠેલા એક વ્યક્તિ દબાયા હતા. જોકે આ ઘટનાની જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતા. વાહન માલિકોએ ટેન્કર ચાલક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે.


  • Follow us on: