અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર એક કાર પુલ પરથી કાબુ ગુમાવીને નીચે માઝૂમ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોમાંથી 3ના મોત થયા હોવાની આશંકા છે. આ ઘટના મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર બની હતી. જ્યાં એક કાર પૂરઝડપે આવી રહી હતી અને બ્રિજ પરનું ડિવાઈડર તોડીને સીધી માઝૂમ નદીમાં ખાબકી હતી.
ચાલકે કાબુ ગુમાવતા કાર બ્રિજ પરથી નદીમાં ખાબકી













