શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શામળાજી મંદિરમાં ભવ્યતાપૂર્વક શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મધ્ય રાત્રી પહેલા જ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું માનવમહેરામણ ઉમટી પડ્યું છે. આ વર્ષે જન્મોત્સવની ઉજવણીને વધુ આકર્ષક બનાવવા માટે મંદિર પરિસરમાં એક અનોખા લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે.
કૃષ્ણ જન્મોત્સવની ગણાઇ રહી છે ઘડીયો













