અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની જામગઢ ગ્રામ પંચાયતમાં આજે ગ્રામસભા દરમિયાન ભારે હોબાળો થયો હતો. આ વિવાદ ગામના આરોગ્ય કેન્દ્ર માટે જમીન ફાળવણીના મુદ્દે સર્જાયો હતો. ગ્રામસભામાં મોટાભાગના સભ્યોની સહમતિ હોવા છતાં એક સભ્યના વિરોધને કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. વન વિભાગ દ્વારા ગામના જાહેર હિત માટે આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે જમીન ફાળવવામાં આવી હતી. આ જમીન પર આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે પંચાયત દ્વારા ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.


આરોગ્ય કેન્દ્રની જમીન ફાળવણી બાબતે બબાલ

આ ઠરાવને ગ્રામસભામાં રજૂ કરવામાં આવતા બહુમતી સભ્યોએ તેને ટેકો આપ્યો હતો. પરંતુ પંચાયતના એક સભ્યએ તેનો વિરોધ કર્યો હતો. આ સભ્યના વિરોધના કારણે ગ્રામસભામાં ભારે બબાલ મચી હતી. ગ્રામજનો અને અન્ય સભ્યોએ એક સભ્યના વિરોધ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે જાહેર હિત માટે ફાળવવામાં આવેલી જમીન પર આરોગ્ય કેન્દ્ર જેવી મહત્વની સુવિધા ઊભી કરવામાં આવે તે જરૂરી છે.

વન વિભાગે જાહેર હિત માટે આપી હતી જમીન

એક વ્યક્તિના અંગત વિરોધને કારણે સમગ્ર ગામના હિતને નુકસાન થઈ શકે નહીં. આ વિવાદને કારણે ગ્રામસભામાં ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. જોકે મોટાભાગના સભ્યોની બહુમતીથી ઠરાવને મંજૂરી મળી ગઈ હતી. આશા છે કે આ વિવાદનું ઝડપી નિરાકરણ આવે અને જામગઢ ગામમાં આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કાર્ય શરૂ થાય. જેથી ગ્રામજનોને આરોગ્યની સુવિધા મળી રહે.


  • Follow us on: