અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં એક ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં ગાયના વેપારીઓએ એક પશુપાલક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પશુપાલકને તાત્કાલિક સારવાર માટે વાત્રક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાયડમાં આ ઘટના બની હતી. જ્યાં એક પશુપાલકે ગાયના વેપારી પાસેથી એક ગાય ખરીદી હતી. પરંતુ ખરીદી વખતે થયેલી શરતો મુજબ તે ગાય ન નીકળતા પશુપાલક તે ગાયને પરત કરવા માટે વેપારી પાસે ગયો હતો. આ વાત પર ઉશ્કેરાઈને વેપારીઓએ પશુપાલક પર હુમલો કર્યો હતો.


શરત પ્રમાણે ગાય ન નીકળતા ગાય પરત કરવા ગયા હતા

જે હુમલાને કારણે પશુપાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પશુપાલકના સમર્થનમાં આવ્યા હતા. તેમણે તાત્કાલિક પોલીસ મથકે પહોંચીને આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. ધવલસિંહ ઝાલાએ પોલીસ અધિકારીઓને આ ઘટનામાં સામેલ તમામ આરોપીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવા અને તેમને કાયદાનું ભાન કરાવવાની માંગ કરી હતી.

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પહોંચ્યા પોલીસ મથકે

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે નિર્દોષ પશુપાલક પર થયેલો આ હુમલો અત્યંત નિંદનીય છે અને આવા તત્વોને કડક સજા મળવી જોઈએ. આ હુમલાને કારણે વિસ્તારના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. તથા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


  • Follow us on: