ઘણા દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ આજે અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં સાંજના સુમારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આકરા તાપ અને ગરમીથી કંટાળેલા લોકોને વરસાદ આવતા જ ગરમીથી રાહત મળી હતી. તેમજ સમગ્ર વિસ્તારના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. વરસાદના અભાવે ખેતરોમાં ઉભા પાક સુકાઈ રહ્યા હતા. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાનો ભય રહેલો હતો.
અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી













