અરવલ્લી જિલ્લામાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બાયડના સાઠંબા ખાતેના કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં વિવાદ સામે આવ્યો છે. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ કપાતા વિવાદ સર્જાયો છે. આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ અને નગર પાલિકાના પ્રમુખનું નામ નહીં છપાતા રોષ ફેલાયો છે.
કૃષિ મહોત્સવમાં MLAનું નામ કપાતા વિવાદ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબામાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ અને નગર પાલિકાના પ્રમુખનું નામ નહીં છપાતા રોષ ફેલાયો હતો. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નામ કપાતા અધિકારીઓનો ઉધડો લીધો હતો. જિલ્લા સ્તરના કાર્યક્રમની પત્રિકામાં નામ નહીં છપાતા રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે.













