અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આજે લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ઉકળાટ અને બફારાથી લોકોને મોટી રાહત મળી હતી. આ વરસાદની અસર ખાસ કરીને મોડાસા-નડિયાદ સ્ટેટ હાઈવે પર જોવા મળી હતી.
વરસાદ વરસતા ઉકળાટ અને બફારાથી લોકોએ રાહત અનુભવી













