બનાસકાંઠા જિલ્લાની સરહદને અડીને આવેલા રાજસ્થાનના સાંચોર તાલુકામાં એક દુઃખદ ઘટના બની હતી. સાંચોરના કુડા ગામમાં વીજળી પડવાને કારણે એક ખેડૂત પરિવારની ચાર ભેંસોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાથી ખેડૂત પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. આ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે અચાનક વીજળી પડવાની આ ઘટના બની હતી.


સાંચોરના કુડા ગામે વીજળી પડતા 4 ભેંસના મોત

વીજળી સીધી જ પશુઓ પર પડતા ચાર ભેંસોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ભેંસો ખેડૂત પરિવાર માટે આવકનું મુખ્ય સાધન હતી. તેમના મોતથી ખેડૂતને લાખોનું નુકસાન થયું હતું. ખેડૂત પરિવારે આ ભેંસોને પોતાના પરિવારના સભ્યની જેમ સાચવી હતી. તેમના અચાનક મોતથી પરિવાર પર આર્થિક સંકટની સાથે સાથે માનસિક આઘાત પણ લાગ્યો હતો.

ભેંસોના મોતથી પરિવાર પર આભ તૂટ્યું

આસપાસના લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ખેડૂત પરિવારને દિલાસો આપ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર કુદરતી આફતોની ગંભીરતા દર્શાવી હતી. ખેડૂતો માટે પશુધન એ તેમનું જીવનનિર્વાહનું મુખ્ય આધાર હોય છે અને આવા સમયે આ પ્રકારની ઘટનાઓ તેમનું જીવન વધુ મુશ્કેલ બનાવતી હોય છે.


  • Follow us on: