બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ખાઈવાડ ગામે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સાતથી આઠ જેટલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે યુવક પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. હુમલાનો ભોગ બનેલા યુવકને તાત્કાલિક દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
હુમલો કરીને હુમલાખોરો થયા ફરાર
હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ દાંતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હુમલાખોરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ હુમલા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક રીતે અંગત અદાવત કે જૂની તકરારને કારણે આ હુમલો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.













