જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત શુંબે દ્વારા સફાઈ કર્મીઓ અને એસ.ટી કર્મીઓને ગુલાબ અને માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાનની તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
એસ.ટી. વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. આવા સમયમાં મેળાની સ્વચ્છતા જાળવી રાખવા માટે સતત સેવા આપતા સફાઈ યોદ્ધાઓ તથા ભક્તોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરનારા એસ.ટી. વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું.













