એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં આજે સહકારી રાજકારણનો જંગ જોવા મળ્યો. ડેરીની દાંતા બેઠક માટે આજે મતદાન યોજાયું. જેમાં 100 ટકા મતદાન નોંધાયું છે. આ બનાસ ડેરીની ચૂંટણીમાં 15 બેઠકો પર અગાઉ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા.


16માંથી 15 બેઠકો બિનહરીફ

બનાસ ડેરી નિયામક મંડળની કુલ 16 બેઠકો પૈકી 15 બેઠકો પર અગાઉ ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા હતા. માત્ર દાંતા બેઠક જ એવી હતી જ્યાં ચૂંટણી યોજાઈ હતી. આ દાંતા બેઠક પરના કુલ 85 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી જંગમાં ભાજપના મેન્ડેટધારી અમરત પરમાર અને ડેરીના વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી.

આવતીકાલે મતગણતરી

હવે આ એકમાત્ર બેઠકનું પરિણામ જાણવા માટે ઉત્સુકતા છે. દાંતા બેઠક માટેની મતગણતરી આવતીકાલે સવારે 9 વાગ્યે હાથ ધરવામાં આવશે. મતગણતરી બાદ વિજેતા ઉમેદવારનું નામ જાહેર થશે અને બનાસ ડેરીના નવા નિયામક મંડળનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.


  • Follow us on: