કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે અંબાજી ખાતે પધાર્યા હતા. સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને આદિવાસી બાળાઓએ આદિવાસી લોકનૃત્ય દ્વારા મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્વદેશી વસ્તુઓને વધુ પ્રોત્સાહન આપી શકાશે
બંને મંત્રીઓએ જગતજનની માઁ અંબાના પાવન દર્શન કરીને માઁ અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું. બંને મહાનુભાવોએ અંબાજી મંદિર ખાતે વિધિ-વિધાનપૂર્વક પૂજન-અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા “આત્મનિર્ભર ભારત” અને “હર ઘર સ્વદેશી”ના મંત્રને સાકાર કરવા માટે સરકાર અને જનતા એક થઈ આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે જી.એસ.ટી.માં ૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી સ્વદેશી વસ્તુઓને વધુ પ્રોત્સાહન આપી શકાશે.













