બનાસકાંઠાના ડીસા ખાતે એરપોર્ટ ચાર રસ્તા પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ડમ્પરચાલકે રોંગ સાઈડમાં આવીને ત્રણથી ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેના પરિણામે બે લોકોને ઈજા પહોંચી છે. ડમ્પરચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. ચાર રસ્તા પર અચાનક ડમ્પર આવતા અન્ય વાહનચાલકો તેને કાબૂમાં લઈ શક્યા નહોતા અને એક પછી એક વાહનો ડમ્પર સાથે અથડાયા હતા.


ડમ્પરચાલકે 3 થી 4 વાહનોને અડફેટે લીધા

આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને કારણે થોડા સમય માટે ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી પરિસ્થિતિ થાળે પાડવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે.

અકસ્માતમાં 2 લોકો થયા ગંભીર ઈજાગ્રસ્ત

જેના ફૂટેજ પોલીસને સુપરત કરવામાં આવ્યા છે. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ બેફામ ડ્રાઇવિંગ અને અકસ્માત સર્જવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રોંગ સાઈડમાં આવતા મોટા વાહનોની બેદરકારીને કારણે ફરી એકવાર માસૂમ લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે.


  • Follow us on: