ગુજરાતમા તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બનાસકાંઠાના પાલનપુરની ગઠામણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે આ ગ્રામ પંચાયતમાં વિવાદો શરૂ થયાં છે. ગામના તલાટી મનસ્વી રીતે વર્તન કરતા હોવાનો તેમજ મનમાની કરી ગેરરીતિ કરતા હોવાનો આક્ષેપ કરીને ગ્રામજનોએ ગ્રામ પંચાયતને તાળા બંધી કરીને ચાવી નાયબ ડીડીઓને સોંપી હતી.


આ મુદ્દો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો

દેશને આઝાદી મળી ત્યારથી લઈને આજ સુધી બનાસકાંઠાના પાલનપુરનું ગઠામણ ગામ સમરસ રહ્યું છે. ગઠામણ ગ્રામ પંચાયત ચૂંટણી સમયે સમરસ જાહેર થાય છે. ગામના લોકો જ ગામના સરપંચની પસંદગી કરે છે. પરંતુ આ વખતે ગ્રામ પંચાયત સમરસ થયા બાદ વિવાદ શરૂ થયો છે. ગામના લોકોએ તલાટી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, ગ્રામ પંચાયતના તલાટી મનસ્વી રીતે વર્તન કરે છે અને મનમાની કરી ગેરરીતિ કરે છે. સરપંચ સહિતના આગેવાનોએ પંચાયતને તાળુ મારીને ચાવી નાયબ ડીડીઓને સોંપી દીધી હતી. આ મુદ્દો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

ગઠામણ ગ્રામ પંચાયત દર વખતે સમરસ બને છે

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ગઠામણ ગ્રામ પંચાયત દર વખતે સમરસ બને છે. આ ગામમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો રહે છે. આઝાદીથી લઈને આજદીન સુધી આ ગામમાં પંચાયતની ચૂંટણી નથી યોજાઈ. કોમી એકતાના સંદેશ સાથે ગઠામણ ગ્રામ પંચાયતમાં એક ટર્મ હિન્દુ તો એક ટર્મ મુસ્લિમ સરપંચની વરણી કરવામાં આવે છે.આ વખતે મુસ્લિમ મહિલાની સરપંચ અને હિન્દુ મહિલાની ડેપ્યુટી સરપંચ તરીકે નિમણૂક કરાઈ છે.

  • Follow us on: