બનાસકાંઠાના થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતનો સિલસિલો યથાવત છે. આ કેનાલમાંથી ફરી મૃતદેહ મળી આવ્યા છે. આ વખતે બે યુવતીના મૃતદેહ મળ્યા છે. મહાજનપુરા પંપીંગ સ્ટેશન ફાટકમાંથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અજાણી બે યુવતીના મૃતદેહ મળતા આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો દૌર શરુ થયો છે. આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. અને ઘટનાનું કારણ જાણવા માટે સ્થાનિકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
મૃતદેહોને લઇ તપાસ શરુ













