બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા પ્રાથમિક શાળાના 13 જેટલા ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાના કારણે તેમજ ઓરડાઓની છત માંથી પોપડા ખરતા હોવાથી અત્યારે બાળકો ખુલ્લા મેદાનમાં અને સેડ નીચે બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે, ત્રણ વર્ષથી વાલીઓ શાળાના સંચાલક મંડળ દ્વારા વારંવાર રજૂઆત કરી હોવા છતાં શાળામાં કોઈ જ પ્રકારે નવું કામ ન થતા હાલમાં આ શાળામાં અભ્યાસ કરતા 500થી પણ વધુ વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે.
આ શાળામાં બે રૂમ વધારી અને 10 રૂમની આ શાળા બનાવવામાં આવી હતી
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સારી શાળાઓ બનાવી બાળકો સારું શિક્ષણ લઈ શકે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી શાળાઓ પાછળ વાપરે છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવી અનેક શાળાઓ છે કે જેનું બાંધકામ વર્ષો પહેલા થયું હતું અને આજે આ શાળાઓ જર્જરીત હોવા છતાં બાળકો જર્જરીત ઓરડામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા પ્રાથમિક શાળાની શરૂઆત 1985 માં નવ ઓરડા થી શરૂ થઈ હતી જે બાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધતા 1989 માં આ શાળામાં બે રૂમ વધારી અને 10 રૂમની આ શાળા બનાવવામાં આવી હતી.
Also Read
Banaskantha News : વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો
Banaskantha News : અંબાજી ખાતે ભાદરવી મહામેળાના સુચારુ આયોજનને લઈને સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
Banaskantha : તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ પર દરોડો, નકલી ઘી પકડાયું
13 જેટલા શાળામાં આવેલા ઓરડા અત્યારે જર્જરિત હાલતમાં થઈ ગયા છે
જે બાદ બાંધકામ જૂનું થતા ત્રણ રૂમ વધારી વર્ષ 2001માં આ શાળા 13 ઓરડા વાળી બનાવી શાળા ચલાવવામાં આવતી હતી. અત્યારે આ શાળા 17 ઓરડાના બાંધકામવાળી છે પરંતુ 13 જેટલા શાળામાં આવેલા ઓરડા અત્યારે જર્જરિત હાલતમાં થઈ ગયા છે અત્યારે તમામ 13 ઓરડામાંથી રોજે રોજ 1 બાદ એક છતના પોપડા નીચે પડી રહ્યા છે ,તાજેતરમાં જ બાળકો ઓરડામાં અભ્યાસ લઈ રહ્યા હતા તે સમયે જ છત પરથી પોપડા નીચે પડતા શિક્ષિકા અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે સદનસીબે કોઈને ઇજાઓ પહોંચી ન હતી .જોકે પોપડા ખરવાની ઘટનાને લઈને વિદ્યાર્થીઓ ભયભીત બની જતા અત્યારે શાળાના આચાર્ય દ્વારા આ તમામ 13 ઓરડા બંધ કરી બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરાવી રહ્યા છે,જોકે વર્ષોથી આ જર્જરીત ઓરડામાં બાળકો જીવના જોખમે અભ્યાસ લઈ રહ્યા હતા.
બાળકો ખુલ્લામાં કરી રહ્યાં છે અભ્યાસ
પરંતુ જેને લઇ અત્યારે તો શાળા સંચાલક દ્વારા 500થી પણ વધુ વિદ્યાર્થીઓને આ 13 ઓરડા ખાલી કરાવી બહાર ખુલ્લામાં લીમડાના ઝાડ અને શેડ નીચે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. એક તરફ અત્યારે ચોમાસાની ઋતુ છે અને બીજી તરફ બાળકો ઓરડા વગર ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અને શિક્ષકોની મુશ્કેલીઓ વધી છે આ બાબતે શાળાના આચાર્ય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી શાળા જર્જરીત છે તે માટેની રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારનું કામકાજ શાળામાં કરવામાં આવ્યું નથી જેના કારણે અત્યારે તો દાંતીવાડા પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો ભયમાં શિક્ષણ મેળવી રહ્યા છે.
સરપંચે શિક્ષણ અધિકારીને રજૂઆત કરી પણ પરિણામ નથી મળ્યું
દાંતીવાડા પ્રાથમિક શાળાની શરૂઆત આજથી 40 વર્ષ પહેલા થઈ હતી આજે આ શાળાને 40 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી આ શાળામાં નવું કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું નથી જેના કારણે અત્યારે આ શાળામાં 17 ઓરડામાંથી 13 જેટલા શાળાના ઓરડા ચારે બાજુથી જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે અત્યારે આ શાળામાં માત્ર ચાર ઓરડા જ સારી હાલતમાં છે પરંતુ શાળામાં 400 થી પણ વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોવાના કારણે અન્ય વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં બેસાડી અભ્યાસ શિક્ષકોને કરાવો પડે છે આ બાબતે ગામના સરપંચ વાલીઓ દ્વારા વારંવાર શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ જર્જરીત શાળામાં નવા ઓરડા બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી નથી.
હાલ બાળકોને બહાર બેસાડી અભ્યાસ કરાવી રહ્યા છે શિક્ષકો
અત્યારે વાલીઓ પણ પોતાના બાળકોને ડરી ડરીને અભ્યાસ કરવા માટે મોકલી રહ્યા છે ત્યારે અત્યારે તો વાલીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ શાળાને નવી બનાવવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના આ શાળામાં ન સર્જાય, દાંતીવાડા પ્રાથમિક શાળામાં તમામ ઓરડાઓ જર્જરિત હોવાથી તેને બંધ કરી દેવાયા છે અને બાળકોને બહાર શાળાના પરિસરમાં અભ્યાસ શિક્ષકો કરાવી રહ્યા છે જોકે બાળકો અભ્યાસ પણ ડરી ડરીને કરી રહ્યા છે જોકે શાળાના જર્જરિત ઓરડાને લઈને દાંતીવાડા તાલુકાના ટીપીઓ લુલો બચાવ કરતા કહી રહ્યા છે કે 2023માં રૂમો ડેમેજ કરવાની દરખાસ્ત મળી હતી પણ લોકસભાની ચૂંટણીના કારણે તે ડેમજ ન કરી શક્યા.અમે નવીન ઓરડા માટેની પ્રક્રિયા કરી છે હાલ બાળકોને બહાર બેસાડી અભ્યાસ કરાવી રહ્યા છીએ..










