બનાસકાંઠાના થરાદમાં એક પરિવારનો સામૂહિત આપઘાતનો બનાવ સામે આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. નર્મદા કેનાલમાં બે મહિલા સહિત ચાર લોકોએ આપઘાત કર્યો હોવાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામની શોધખોળ હાથ ધરી હતી. કેનાલ પરથી બાઈક, ચંપલ અને મોબાઈલ મળી આવ્યો હતો. મોબાઈલમાંથી સીમ કાર્ડ કાઢી નાંખેલું હતું. પોલીસની તપાસમા આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે.


ચાર લોકોએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના થરાદના જમડા પાસે એક જ પરિવારના ચાર લોકોએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની જાણકારી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ ગઈ હતી. પોલીસની તપાસમાં બે મહિલા સહિત ચાર લોકોએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.જેમાં પતિ, પત્ની, સાળી અને બાળકી હોવાની પણ જાણકારી મળી હતી. ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં તમામ લોકોની શોધખોળ હાથ ધરી હતી.

હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો

પોલીસને કેનાલ પરથી બાઈક, ચપ્પલ અને મોબાઈલ મળ્યો હતો. મોબાઈલનું સીમ કાર્ડ કાઢી નાંખેલું હતું. હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જે ચાર લોકોના આપઘાતની ખબર વહેતી થઈ હતી તે ચારેય લોકો નજીકના જ ચાંદરવા ગામેથી સુરક્ષિત મળી આવ્યા હતાં. તેમણે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાના સમાચારો ફેલાયા હતાં. ત્યાર બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનામાં તેમણે સામુહિક આપઘાતનું તરકટ રચ્યું હોવાનું અનુમાન છે. પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: