ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. ખનીજ માફિયાઓ દિવસે દિવસે બેખૌફ રીતે રેતીનું ખનન કરી રહ્યાં છે. ત્યારે ગઈ કાલે થરાદ પોલીસે રોયલ્ટી વિના રેતી ભરેલી 6 ટ્રકો ઝડપી પાડી હતી. ઓવર લોડ રેતી ભરેલી ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાની વાત કરીએ તો ભૂસ્તર વિભાગે એક માસમાં ખનીજ ચોરીના 145 કેસ નોંધ્યા છે.
માફિયાઓ સામે બે પોલીસ ફરિયાદ નોંધાવી













