બનાસકાંઠા જિલ્લામાં આજે રાત્રે 9 વાગ્યાની આસપાસ 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનો આંચકો માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ નજીકના વિસ્તાર માઉન્ટ આબુમાં પણ અનુભવાયો હતો.


રાતે 9 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો

ભૂકંપના આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. રાત્રિના સમયે ભૂકંપ આવતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા અને ખુલ્લા મેદાનમાં એકઠા થઈ ગયા હતા. ભૂકંપના આંચકા બાદ થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ મળ્યા નથી.

ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા

ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી. ભૂકંપ એ એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ તેની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટું નુકસાન થયું નથી. ભૂકંપ આવે ત્યારે ગભરાયા વગર ખુલ્લા મેદાનમાં જતું રહેવું એ જ સૌથી સલામત ઉપાય છે.


  • Follow us on: