જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્ષતિગ્રસ્ત થયેલ રોડ-રસ્તાઓ જાહેર નાગરિકોની અવરજવર માટે મુશ્કેલીરૂપ ન બને તે માટે રાજ્ય સરકારના સૂચનાનુસાર બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઈજનેર અંકિત ચૌધરીના નેતૃત્વમાં ૧૪ ટીમોને કાર્યરત કરવામાં આવી છે. વરસાદી વિરામ બાદ ડામર પ્લાન્ટ શરૂ કરીને નીચે મુજબ માર્ગો ઉપર રીસરફેસીંગની કામગીરી હાથ ધરાઈ છે.
સતત પાણી ભરાવાના કારણે રોડ થયા હતા ખરાબ
જિલ્લાના થરાદ, વાવ, સુઇગામ અને ભાભર તાલુકાઓમાં સતત વરસાદ અને પાણી ભરાવાના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને કારણે યાતાયાત પર આંશિક અસર થઈ હતી. વરસાદી વિરામ બાદ તંત્ર દ્વારા રસ્તાઓને ઝડપથી દુરસ્ત કરીને જાહેર જનતાને સરળ અને સલામત અવરજવર મળી રહે તેવા પ્રયાસો સતત ચાલી રહ્યા છે.
(૧) ચંડીસર – દાંતીવાડા રસ્તો કીમી ૦/૦ થી ૧૫/૦૫૦
(ર) એન.એચ. થી વરસડા – તેરવાડા – દિયોદર રસ્તો કીમી ૦/૦ થી ૨૧/૭૬૦
(૩) શિહોરી – દિયોદર રસ્તો કીમી ૦/૦ થી ૯/૬૦૦
(૪) દેતાલ –ભીમગઢ – તરૂઆ રસ્તો કીમી ૦/૦ થી ૧૭/૫૫૦
મેટલ પેચ વર્ક
(૧) માવસરી સુઇગામ કી.મી. ૦/૦ થી ૫૩/૦
(૨) ઢીમા થી ટડાવ રોડ કીમી ૦/૦ થી ૧૬/૬૩૦
(૩) ઊંચોસણ એટા કોતરવાડા રોડ કીમી ૦/૦ થી ૨૪/૭૦૦
ડ્રેઇન રીપેરીંગ કરીને માર્ગોને ટ્રાફિક માટે કાર્યરત કરવામાં આવ્યા છે
તેમજ થરાદ, વાવ, સુઇગામ અને ભાભર તાલુકામાં ભારે વરસાદને કારણે બંધ થયેલ નીચે મુજબના રસ્તાઓ પર રેઇન કટ રીપેરીંગ, માટીકામ અને પાઇપ ડ્રેઇન રીપેરીંગ કરીને માર્ગોને ટ્રાફિક માટે કાર્યરત કરવામાં આવ્યા છે.
(૧) ઢીમા - થરાદ રોડ કિ.મી. ૦/૦ થી ૧૨/૪૦૦
(ર) વાવ ઢીમા રોડ કીમી ૦/૦ થી ૩૨/૦
(૩) વાવ - ભાભર રસ્તો કીમી ૦/૦ થી ૩૨/૦
(૪) રાધનપુર - લોદ્રા - મોરવાડા રસ્તો કીમી ૨૫/૦ થી ૪૩/૮૭૭
(પ) સુઇગામ - સિધાડા રસ્તો કીમી ૦/૦ થી ૨૦/૭૫૦
(૬) બોરૂ-ઘ્રેચાણા ૦/૦ થી ૫/૮૫૦
(૭) લીમ્બુણી -કસ્ટમ રસ્તો કીમી ૦/૦ થી ૪/૬૮૦
(૮) દિયોદર - જાડા - કોતરવાડા ધરાધરા - વાવ કીમી ૦/૦ થી ૩૧/૬૭૦
(૯) સુઇગામ - જલોયા - નડાબેટ રસ્તો કીમી ૦/૦ થી ૧૯/૬૦૦
(૧૦) વાવ - ભાખરી - સપ્રેડા રસ્તો ૦/૦ થી ૧૬/૩૦૦
(૧૧) પાડણ - ગોલપનસડા - જેલાણા રોડ કીમી ૦/૦ થી ૧ર/૯