બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જીવાણામાં હડકાયા શ્વાનના કરડવાથી 11 વર્ષના સગીરનું મોત થયું છે, 13 ઓક્ટોબરે હડકાયા શ્વાન કરડેલા અલ્પેશ માજીરાણાનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, હડકવાના ચેપને કારણે બાળકનું જીવતદાન ન મળી શક્યું અને આ ઘટનાએ સમગ્ર જીવાણા ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે. રખડતા શ્વાનોના આતંક સામે તંત્રની બેદરકારી પર લોકોમાં ભારે રોષ છે.
બનાસકાંઠામાં હડકાયા શ્વાનનો આતંક
બનાસકાંઠામાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં એક સગીરનું મોત થયું છે, આરોગ્ય વિભાગે શંકાસ્પદ હડકવા ગણાવ્યો છે પરંતુ સગીરનો પીએમ રીપોર્ટ આવશે ત્યારબાદ નક્કી કરવામાં આવશે મોતનું સાચુ કારણ, શ્વાન કરડયા બાદ રસીના 3 ડોઝ આપવામાં આવ્યા હતા, તો સ્થાનિકોનો આક્ષેપ છે કે રખડતા શ્વાનનો આતંક ઓછો નથી, અને શ્વાન ઘણીવાર બાળકો રમતા હોય છે ત્યાં આવીને પણ હુમલો કરે છે જેના કારણે લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.
જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ?
ઘા નાનો હોય તો અવગણશો નહિ
ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો.
હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે.
કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ.
અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી.
કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય.
કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો.
બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ.
કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર)
જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?
સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.
ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.
તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.
પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?
તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.
તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.
તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..
જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.
જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.
તમારા વિસ્તારમાં રખડતા કૂતરાઓમાં હડકવા (રેબીઝ)ને રોકવા શું કરવું જોઈએ?
તમારા ઘર અને વિસ્તારની આસપાસ પાલતુ અને શેરી કૂતરાઓને નિયમિત હડકવા વિરોધી રસી અપાવવા માટે પહેલ કરો. તમારા ઘર અને વિસ્તારની આસપાસ શેરી કૂતરાઓને રસીકરણ અને ખસીકરણ કરાવવા માટે એએમસીના સહભાગી બનો. સંપર્ક હેલ્પલાઈન નં. 155303
તમારા વિસ્તારમાં કૂતરું વારંવાર કરડવાની ઘટના બને, તો તાત્કાલિક તમારા નજીકના નગરપાલિકા અધિકારીને જાણ કરો.
મનુષ્યોમાં હડકવા (રેબીઝ)ના લક્ષણો શું છે?
સ્નાયુઓ જકડાવા અને દુખાવો.
પાણી, પ્રકાશ અને ભારે પવન કે અવાજથી ડર લાગવો.
વારંવાર બેહોશ થઈ જવું.
માથાનો દુખાવો વધુ તાવ.
મોંમાંથી ફીણ નીકળવું.
બોલવામાં તકલીફ થવી