બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ભંડારો છલકાયો છે અને 400 ગ્રામ સોનાની કિંમત અંદાજે 50 લાખથી વધુ છે, ભંડારો ખોલતા રુપિયા, સોનુ, ચાંદીની ગણતરી કરાઇ છે, અંબાજી મંદિરમાં રોજનું લાખો રૂપિયાનું દાન ભંડારામાં ભકતો કરતા હશે સાથે સાથે સોના-ચાંદીનું દાન પણ કરવામાં આવે છે.


અંબાજી ખાતે એક નવતર યાત્રિક લક્ષી પ્રયોગ અમલમાં આવી રહ્યો છે જેનું નામ છે અંબાજી તીર્થ દર્શન

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અતુલ્ય વારસો, ગાંધીનગરનાં સંયુક્ત ઉપક્રમે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી આ કાર્યક્રમ હાથ ધરાયો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે અંબાજી ખાતેથી શ્રી અંબાજી તીર્થદર્શન સર્કિટનું ઉદ્દઘાટન કર્યું હતું. અંબાજી તીર્થ દર્શન અંતર્ગત શક્તિદ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનની ઓફીસ તૈયાર કરવામાં આવી છે અને અહીથી યાત્રિકો સમગ્ર અંબાજી તીર્થનાં મહાત્મ્ય અને ધર્મસ્થાનોની વિગતો ઓડિયો વિઝ્યુઅલ ફોર્મેટમાં મેળવી શકશે. આ સાથે સુશિક્ષિત ગાઈડની મદદથી સર્વાંગી અંબાજી તીર્થધામના દર્શન પણ કરી શકાશે.

અંબાજી તીર્થ દર્શન સર્કિટનો સમય ?

અંબાજી તીર્થ દર્શન સર્કિટ પ્રારંભિક તબક્કે પ્રતિ દિનમાં બે વાર આયોજિત થશે. જેમાં એક પ્રવાસ સવારે ૦૯થી ૦૧ અને બીજો પ્રવાસ બપોરે ૦૪થી ૦૭ સુધી રહેશે. હાલના પ્રારંભિક તબક્કે આ સર્કિટની ફીસ પ્રતિ વ્યક્તિ ૧૦૦/- રૂ. અને પ્રતિ બાળક (૦૬ થી ૧૨ વર્ષની વય, પાંચ વર્ષ સુધીના બાળક માટે ફ્રી રહેશે) માટે ૩૫/- રૂ. રાખવામાં આવી છે. જ્યારે શાળા-કોલેજના પ્રવાસ દરમ્યાન ગ્રુપમાં આવનાર વિધાર્થીઓ માટે આ ફીસ પ્રતિ વિધાર્થી ૨૫/- રાખવામાં આવી છે. અત્રે રજુ કરેલી ફીસમાં ટ્રાન્સપોર્ટેશન સામેલ નથી. પ્રારંભિક તબક્કે યાત્રિકો પોતાના વ્હીકલમાં આ સર્કિટમાં મુસાફરી કરવાની રહેશે, આગામી આયોજન દરમ્યાન વિશેષ વ્હીકલ તૈયાર કરવાનું આયોજન છે. અત્રેની ફીસમાં અંબાજી તીર્થ દર્શનને લાગતું પ્રારંભિક પ્રેઝન્ટેશન, જરૂરી સાહિત્ય અને ગાઈડની સુવિધાઓ પૂરી પડાશે.

શું છે અંબાજી તીર્થ દર્શનનું માળખું ?

અંબાજી તીર્થ દર્શન સર્કિટની કામગીરી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનાં સંકલનમાં રહીને “અતુલ્ય વારસો” (હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર, ગાંધીનગર) દ્વારા કરવામાં આવશે. યાત્રિકો સરળતાથી આ સર્કિટનો લાભ મેળવી શકે એ માટે અંબાજી શક્તિદ્વાર પાસે પ્રવાસન માહિતી કેન્દ્ર ઉભું કરવામાં આવી રહ્યું છે ત્યાંથી યાત્રિકો આ સર્કિટ અંગે માહિતગાર થશે અને રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ પ્રવાસન કેન્દ્રમાં આવનાર સૌને શ્રી અંબાજી ધામ વિશે ઓડિયો વિઝ્યુઅલ અને મૌખિક રીતે માહિતગાર કરવામાં આવશે. અહીથી યાત્રિકો ગાઈડ, સાહિત્ય, માર્ગદર્શન મેળવી શકશે. અહી ‘અતુલ્ય વારસો’ તરફથી પ્રશિક્ષિત જનસંપર્ક અધિકારી અને ગાઈડ ઉપલબ્ધ રહેશે જે આવનાર યાત્રિકોને સુવિધા પૂરી પાડશે. શક્તિદ્વાર સામેના પાર્કિગથી ટુરનો આરંભ થશે.


  • Follow us on: