આણંદ જિલ્લાના પેટલાદમાં કરોડો રૂપિયાના ખર્ચેનવનિર્મિત રેલવે બ્રિજ માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં જ જર્જરિત થતા તેની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. બ્રિજ પર ઠેર-ઠેર ખાડા પડી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક ડામર પાથરવાની ફરજ પડી છે. પરંતુ આ માત્ર કામચલાઉ સમારકામ હોવાનું જણાઈ રહ્યું છે.


માત્ર છ મહિનામાં રસ્તા પર ડામર પાથરવો પડ્યો

તમને જણાવી દઈએ કે, પેટલાદ ખાતે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને સુવિધા વધારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે આ નવો રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જોકે, તેના લોકાર્પણના માત્ર છ મહિનાની અંદર જ બ્રિજ પર મસમોટા ખાડા પડી ગયા છે, જે બ્રિજના નિર્માણ કાર્યમાં થયેલી ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનો સ્પષ્ટ પુરાવો આપે છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો આ મામલે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

બ્રિજની કામગીરીને લઇને ઉઠ્યા અનેક સવાલ

તેમનું કહેવું છે કે, કરોડોના ખર્ચે બનેલો બ્રિજ આટલા ટૂંકા સમયમાં જ કેવી રીતે બિસ્માર હાલતમાં પહોંચી શકે? આ ઘટનાને કારણે બ્રિજના નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીની ગુણવત્તા અને કોન્ટ્રકટરની કામગીરી પર અનેક પ્રશ્નાર્થો સર્જાયા છે. લોકોની માંગ છે કે, આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.


  • Follow us on: