બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ તાલુકામાં હાલ યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાઈ છે. જેના કારણે ખેડૂતો ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વાવણીનો સમય ચાલી રહ્યો છે અને આ સમયે જ ખાતર ન મળતા ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો તાત્કાલિક યુરિયા ખાતર ઉપલબ્ધ નહીં થાય તો ખેડૂતોના હિતમાં અમે માર્ગ પર ઊતરીને આંદોલન કરીશું.
મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ગુલાબસિંહ રાજપૂતે પૂછ્યા સવાલ













