બનાસકાંઠામાં સુઈગામમાં ઘાસચારા મુદ્દે મોટું રમખાણ થયું. સુઈગામમાં ઘાસચારાના વિતરણને લઈને પશુપાલકો વચ્ચે ઉગ્રબોલાચાલી થઈ. થોડી જ વારમાં પશુપાલકો વચ્ચેની સામાન્ય બબાલે ઉગ્રસ્વરૂપ લેતા વાત મારામારી સુધી પહોંચી. પશુપાલકો ઘાસચારાને લઈને પશુની જેમ મારામારી કરવા લાગ્યા. આ ઝગડામાં એક વ્યક્તિને ઇજા પહોંચતા અન્ય 4 લોકો સામે ફરિયાદ નોંધાવી.


પશુધનના વિતરણ સમયે પશુપાલકો બન્યા બેફામ

રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો સારો વરસાદ રહ્યો. સુરત, બનાસકાંઠા, વડોદરા, ડાંગ સહિતના વિસ્તારો ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે સોસાયટીઓ અને બજારોમાં પાણી ઘૂસ્યા હતા. જ્યારે નદીઓ અને ડેમમાં પણ પાણીની આવક વધી હતી. બનાસકાંઠામાં પણ વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેડૂતોના પાકને નુકસાન થતા તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરાઈ હતી. વરસાદના કારણે નુકસાન થતા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોને ઘાસચારો આપવામાં આવ્યો. ચાર તાલુકામાં 6.84 લાખ પશુધનના ઘાસચારાનું વિતરણ કરાયું.

સુઇગામમાં પશુપાલકો વચ્ચે બબાલ

અને બનાસકાંઠાના સરહદીય સુઈગામના બેણપમાં પણ ઘાસચારાનું વિતરણ થઈ રહ્યું હતું ત્યારે મારામારીની ઘટના બની. સરકાર દ્વારા ઘાસચારા માટે ડેપો બનાવી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યાં તંત્ર દ્વારા કરાતી ઘાસચારા સહાયના વિતરણ દરમિયાન બેણપમાં પશુપાલકો બેકાબુ થયા. પશુઓના ઘાસચારાની ગાંસડીઓના વિતરણ સમયે પશુપાલકો વચ્ચે બબાલ થઈ અને એકબીજાને માર મારવા લાગ્યા. આ મામલે ફરિયાદી પશુપાલકે ચાર શખ્સો વિરોધ ફરિયાદ નોંધાવી.

  • Follow us on: