બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા ઉકળાટ અને બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


અમીરગઢ માં બપોર બાદ વાતાવરણ માં આવ્યો પલટો

આજે બપોરે અમીરગઢ અને આસપાસના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.

ભારે વરસાદથી માર્ગો પર ભરાયા પાણી 

વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વરસાદની સૌથી વધુ રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા અને વરસાદ વરસતા તેમના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. આ વરસાદ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


  • Follow us on: