સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે બારડોલી ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં છે. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, સરદાર પટેલના કારણે ભારત એક છે. હું સરદારના ચરણોમાં વંદન કરૂ છું. વિકસિત ભારત પીએમ મોદીનો સંકલ્પ છે. હું મહેમાન નથી તમારા પરિવારનો જ સભ્ય છું.


નર્મદા ગુજરાત અને મધ્યપ્રદેશને જોડે છે

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે કહ્યું હતું કે, ગુજરાતમાં તો પહેલા થી જ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ યોજાય છે. ગુજરાતે અનેક મહાપુરૂષો આપ્યા છે. દેશને પીએમ મોદી જેવા પીએમ મળ્યા તે સૌભાગ્યની વાત છે. નર્મદા ગુજરાત અને મધ્યપ્રદેશને જોડે છે. છેલ્લા 11 વર્ષમાં દેશ બદલાયો છે. હું કોઈ મહેમાન નથી તમારા પરિવારનો જ સભ્ય છું.

ખેડૂતો માટે પીએમ મોદીએ ક્રાંતિકારી પહેલ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 11 વર્ષમાં દરેક ક્ષેત્રોમાં વિકાસ થયો છે. ઓપરેશન સિંદૂર માટે સેના અને પીએમ મોદીને અભિનંદન. પીએમ મોદી ખેડૂતોના સશક્તિકરણ માટે કામ કરે છે. ખેડૂતો માટે પીએમ મોદીએ ક્રાંતિકારી પહેલ કરી છે. કૃષિ કલ્યાણના અનેક આયામો પીએમ મોદીએ આપ્યા છે. ખેડૂતો અને ગરીબો માટે અનેક યોજનાઓ શરૂ કરાઈ છે. નર્મદાના નીર છેવાડાના વિસ્તાર સુધી પહોંચ્યા છે. સરદાર પટેલે ખેડૂતો તરફી અભિગમ અપનાવ્યો હતો. 

સૌની યોજનાથી સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં પાણી પહોંચ્યું

98 ટકા ગામડાઓમા દિવસે વીજળી પહોંચાડી રહ્યાં છીએ. એક સમયે ખેતી માત્ર વરસાદી પાણીથી જ થતી હતી. ખેડૂતોને સિંચાઈની સગવડ પુરી પાડવાનું કામ પીએમ મોદીએ કર્યું છે.સૌની યોજનાથી સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં પાણી પહોંચ્યું છે. રાજ્યમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો મળે છે. 

  • Follow us on: