શક્તિ,ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી મહાકુંભના આયોજન અગાઉ આજરોજ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં આખા ગુજરાતના સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા.


મહામેળામાં સફાઈ ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે

આ વખતના મહામેળામાં સફાઈ ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે અને 1500 જેટલા સફાઈ કામદારો રાઉન્ડ ધ ક્લોક સાત દિવસ સુધી અંબાજી થી 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં રાત દિવસ સફાઈ કરશે.

ટ્રસ્ટમાં 1624 જેટલા પદયાત્રીઓના સંઘ રજીસ્ટ્રેશન થયેલા છે

ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, આ વર્ષે ભાદરવી પૂનમ મહા lમેળાનું સુચારુ આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાશે. સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે. કચરો ડસ્ટબીનમાં જ નાખવામાં આવે તે જરૂરી છે. ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં 1624 જેટલા પદયાત્રીઓના સંઘ રજીસ્ટ્રેશન થયેલા છે, ત્યારે ચાલીને આવતા માઇભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે.

5000 જેટલા પોલીસ મેળાની જવાબદારી સંભાળશે

એસપી અક્ષયરાજે કાયદા વ્યવસ્થા માટે 5000 જેટલા પોલીસ મેળાની જવાબદારી સંભાળશે. અંબાજી ની વ્યવસ્થામા 8 સેક્ટર અને 16 ઝોન દ્વારા ખોડીવડલી કન્ટ્રોલ પોઈન્ટ પર રાત દિવસ સુપર વિઝન કરાશે. ભાદરવી પૂનમિયા સેવા સંઘના પ્રમુખે ટ્રસ્ટ પાસે અને પોલીસ વિભાગ પાસે અમુક બાબતોને લઈને રજૂઆત કરી હતી. ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં આ બાબતો પર ચર્ચા કરાશે.


  • Follow us on: