કલ્કિ અવતાર એ ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ગણાય છે અને કલ્કિ પુરાણમાં જે ઉલ્લેખ કરાયો છે તે મુજબ શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પાંચમના રોજ ભગવાન કલ્કિ પૃથ્વી પર અવતરણ કરશે. શ્રીમદ ભાગવત અનુસાર કળીયુગની સમાપ્તી અને સતયુગના પ્રારંભ કાળે સંધિકાળે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર તરીકે પૃથ્વી પર જન્મ લેશે.
ભગવાન કલ્કિ દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે
હજું તો ભગવાન કલ્કિનું ધરતી પણ અવતરણ પણ થયું નથી પણ તેમની પૂજા થવા લાગી છે. પૌરાણિક કથાઓ અનુસાર કળીયુગમાં જ્યારે પાપ વધી જશે ત્યારે દુષ્ઠોના સંહાર માટે ભગવાન કલ્કિ દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે અને દુષ્ઠોનો સંહાર કરશે. ભગવાન કલ્કિનું અવતરણ જ દુષ્ટોના સંહાર અને સજ્જનોના રક્ષણ માટે થશે અને ત્યાર પછી સતયુગનો પ્રારંભ થશે.
મુરાદાબાદ પાસે સંભલ ગામમાં ભગવાન કલ્કિ અવતાર લેશે
ભગવત પુરાણના સ્કંધ 12 અનુસાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ પાસે સંભલ ગામમાં ભગવાન કલ્કિ અવતાર લેશે. તેઓ તે સમયે તેમના માતા પિતાના પાંચમા સંતાન હશે. કલ્કિ ભગવાન નિષ્કલંકના નામથી વિશ્વમાં વિખ્યાત થશે. તેમના પિતા વિષ્ણુ ભક્ત થશે અને વેદ પુરાણોના જ્ઞાતા હશે તથા તેમનું નામ વિષ્ણુ યશ હશે. તેમના માતાનું નામ સુમતિ હશે. તેમને ચાર ભાઇ હશે જેમ રામ અવતાર પણ હતા. તેમના ભાઇના નામ સુમન્ત, પ્રાજ્ઞ અને કવિ હશે તથા તેમના ગુરુ ભગવાન પરશુ
ભગવાન કલ્કિને બે પત્ની હશે.
ભગવાન કલ્કિને બે પત્ની હશે જેમાં એકનું નામ લક્ષ્મી રુપા પદ્મા અને બીજી પત્નીનું નામ વૈષ્ણવી શક્તિ રુપા રમા હશે. રામાવતારથી દેવી વૈષ્ણવી ભગવાન સાથે વિવાહ કરવા તપ કરી રહ્યા છે અને તેથી તેમની આ તપસ્યા કલ્કિ અવતારમાં પૂર્ણ થશે. તેમને અને ભગવાન કલ્કિને ચાર સંતાનો પણ હશે જેમના નામ જય, વિજય, મેઘમાલ તથા બલાહક હશે.