રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ગણાવનાર રમેશ ફેફરે પોતાના જ ઘરમાં આપઘાત કરી લીધો છે. એકલતાને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. રમેશ ફેફર અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે. તેણે જાહેરમાં અને મીડિયા સમક્ષ પોતે જ ભગવાનનો અવતાર હોવાના દાવા કર્યા હતા. તેના આ પ્રકારના નિવેદનો અને વર્તનને કારણે તે અવારનવાર ચર્ચામાં રહેતો હતો.


રાજકોટના રમેશ ફોફરે પોતાના ઘરમાં કર્યો આપઘાત

સમાજમાં ઘણા લોકો તેના આ દાવાઓ પર શંકા કરતા હતા. પરંતુ તેમ છતાં તે પોતાની માન્યતા પર અડગ હતો. પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરંતુ પોલીસને આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું છે કે રમેશ ફેફર છેલ્લા કેટલાક સમયથી એકલતા અનુભવી રહ્યો હતો. આ માનસિક તણાવને કારણે તેણે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે રમેશ ફેફર

આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને એકલતાના પ્રશ્નોને ઉજાગર કર્યા છે. એક તરફ એક વ્યક્તિ પોતાની જાતને ભગવાનનો અવતાર માની રહ્યો હતો અને બીજી તરફ જીવનની વાસ્તવિકતા અને એકલતા સામે હારી ગયો. હવે પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


  • Follow us on: